STORYMIRROR

bina joshi

Abstract Drama Romance

4  

bina joshi

Abstract Drama Romance

પ્રગટાવી ગયું

પ્રગટાવી ગયું

1 min
327

તરસ્યા હતાં અમે વેરાન રણમાં,

અજાણ્યું પાણી બનીને વરસી ગયું,


ભટકતાં હતાં અમે અજાણ રાહમાં,

કોઈ અજાણ્યું સારથી બની ગયું,


કેટલીય તાણ, ચિંતામાં ઘેરાયેલા હતાં,

કોઈ અજાણ્યું ખુશી વરસાવી ગયું,


આંખોમાં છલકાતો દરિયો ઊંડો હતો,

કોઈ અજાણ ખલાસી બની તારી ગયું,


ઘોર અંધકાર આંખમાં દેખાતો હતો,

કોઈ અજાણ્યું દિપક પ્રગટાવી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract