STORYMIRROR

Twisha Bhatt

Abstract

4  

Twisha Bhatt

Abstract

પ્રેમનો સાર

પ્રેમનો સાર

1 min
219

લાગણી નીતરતાં હૈયાનું સૌંદર્ય એ પ્રેમ છે,

નયનોથી થતી વાતોની ભાષા એ પ્રેમ છે,


વણકહે પણ સઘડું સમજાય એ પ્રેમ છે,

જીવન જેના વિના અધૂરું લાગે એ પ્રેમ છે,


થોડું છોડવામાં બમણું મળી જાય એ પ્રેમ છે,

સુખદુઃખરૂપી ઘટમાળમાં ચિરશાંતિનો અહેસાસ એ પ્રેમ છે,


કોમળ હૃદયતણી લાલિમાની અભિવ્યક્તિ એ પ્રેમ છે,

દિવાસ્વપ્નમાં પણ જેની અનુભૂતિ થાય એ પ્રેમ છે,


સ્વયં ભગવાન પણ જેને વશ થઈ જાય એ પ્રેમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract