STORYMIRROR

Shweta Talati

Abstract Others

3  

Shweta Talati

Abstract Others

પંછી બનીને ઉડુ?

પંછી બનીને ઉડુ?

1 min
14K


આજે એક દિવસ હું પંખી બનીને ઉડી આવું ?

ઊડીને આકાશમાં વીહરીને ઊંચે પવનમાં.


ઉડવાની મજા હું માણી આવું ?

એક દિવસ હું પંખી બનીને ઉડી આવું?


ઉડતા લાગશે તરસ જો ઘરની બહાર,

મુકયું હશે પાળી પર પાણી ભરેલું વાસણ.

કોઈએ તો! ત્યાં જઈ ચાંચ બોળી આવું?


પાણીમાં થોડી પાંખો બોળી થોડા

છબછબીયા કરી ઠંડુ થઈ આવું?

આજે એક દિવસ હું પંખી બનીને ઉડી આવું?


જોજો ; પણ ઉડતી હોવ ત્યારે કોઈ,

પાક્કા દોરાનો પતંગ ઉડાડીને ન વીન્ધશો મને.


દાઝું છું હું સૂરજની આ ગરમીમાં,

પંખી છું નાનું પણ જીવ છે મારામાં યે, ઝાડવા તો ઘેઘૂર રહ્યા નથી?

કહો, માળો હું કયાં બાંધુ?


કોઈના ઘરની બારીમાં તો બહાર મૂકેલા એસીના બોક્સ પર,

કોઈની ગેલેરીમાં લટકતા ઝુમ્મરોમાં...


જગાઓ શોધું છું, ગૃહસ્થી મારે પણ,

વસાવવી છે, માનવી રહેવા દે ને મારો માળો.


થોડા તો વૃક્ષો રે'વા દે, નાખજે થોડા

ચણવા દાણા, બહાર મુકજે થોડું પાણી,

આવીશ તારે ત્યાં, ગીત મીઠા ગાઈ જઈશ,

વિસામો થોડો કરી જઈશ...


શું હું બોલું છું વાણી પણ પંખીની આજે,

લાગે છે આજે ભાવના મેં તેની ભાવના જાણી!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract