પિતાજી – સમર્પણનું દર્પણ
પિતાજી – સમર્પણનું દર્પણ




બચપનમાં ‘ઘોડો’ બનતા પિતાજી પર સહુ રહે છે જિંદગીભર સવાર
પિતાજી મતલબ સ્નેહ, કાળજી અને બલિદાનનું સાક્ષાત્કાર,
સંતાનના ઉછેરના બોઝને, પિતા બનાવી દે છે જીવનની મોજ,
પોતાના સપના રોંદીને, કરે છે સંતાનના સપના સાકાર,
મર્દ છે પિતા, મૌન રહીને છૂપાવી રાખે છે પોતાનું દર્દ
બહારથી ખુશ દેખાતા પિતા, અંદરથી હોઈ શકે છે બેજાર,
‘યા હોમ કરીને’ આગળ વધતા રહેતા હોય છે સંતાન
‘પિતાજી છે ને’ એવો હોય છે અંદરથી કરાર,
પિતાજી હોય કદાચ આપણાથી અલગ, તો પણ હોય લગોલગ
પિતાજીની સમીપતા હંમેશા હોય છે સદાબહાર,
પિતાજી એ સંતાન પાછળનું લખાતું નામ નથી માત્ર
એ તો છે સંતાનની સુખ, સમૃધ્ધિનું અને સફળતાનું દ્વાર,
‘ જિંદગીકે સાથ ભી, જિંદગીકે બાદ ભી’ વાળી લાગુ પડે વાત,
પિતાની સંવેદનાનો અલૌકિક છે વિસ્તાર,
દરેક સંતાન પોતે પિતા થાય, ત્યારે ખુશી અનુભવે છે અપરંપાર,
સંતાનની ખુશી સાથે, પોતાના પિતાની પણ પ્રેમથી લેવી જોઈએ દરકાર.