STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Abstract

3  

Jaya. jani. Talaja."jiya"

Abstract

પિંજરાનું પક્ષી

પિંજરાનું પક્ષી

1 min
183

પાડ્યું નામ મારું, 

મારા માલિકે મીઠું, 

કહું મારી કહાની,

નહિ બોલુંં જૂઠું, 


મારો માલિક મને, 

દીકરાની જેમ રાખે, 

આપે નવું નવું જમવા, 

એ મને બહુ ચાહે, 


સેવ, સફરજન, મરચું આપે, 

ફરજિયાત નાની વાટકીમાં પાણી રાખે, 

ઘરમાં મારા માટે ધીમુ સંગીત વાગે,

મારા અવાજથી નાના બાળકો નાચે,


મારી સેવામાં કસર કશી ન રાખે,

મારા દિલની વાત કહું,

ધીમેથી તમારા કાનમાં, 

રહું છું હું, સાન,આન ને ઠાઠમાં, 


માનો મારે,

"સોનાનું પીંજરું, ને ચાંદીની વાટકી",

 છીનવી સ્વતંત્રતા, જાત મારી ઝાટકી,

સોના કરતાંં મોંઘી સ્વતંત્રતા,

શું કહું તમને ?

નથી ગમતી મને પરતંત્રતા, 


અહીં દમ ઘૂંટાય મારો, 

આઝાદી મને કોઈ અપાવો, 

રહેવું મારે મારા પરિવાર સાથે, 

ઊડવું અવનવી મોસમ લઈ માથે, 


હા ! ઊડવું છે, મારે ખુલ્લા ગગનમાં,

છે, ગુલામીની પીડા મારા મનમાં, 

પ્રાણ વગરનું પક્ષી છે પિંજરામાં, 

મુુક્ત કરો મને, મારી ખુશી છે એમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract