STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

ફિલોસોફર જેવો લાગે આ ચાંદ

ફિલોસોફર જેવો લાગે આ ચાંદ

1 min
377

આ પૂર્ણિમાનો ચાંદ,

જાણે કોઈ અભિસારિકા શ્વેત વસ્ત્રો ધારણ કરીને નીકળી હોય એવું લાગે,


વાદળ સાથે સંતાકૂકડી રમતો ચાંદ,

જાણે નિર્દોષ બાળક જેવો લાગે,


તારલાની ટોળકી સાથે નીકળેલો ચાંદ,

જાણે જાનૈયા સાથે દુલ્હા જેવો વૈભવી લાગે,


અમાસની અંધારી રાત્રિએ ના આવતો ચાંદ,

જાણે પ્રિયતમથી રિસાયેલી પ્રેમિકા જેવો લાગે,


ક્યારેક બીજનો ચાંદ

ક્યારેક ચૌદવીનો ચાંદ,


ક્યારેક ઈદનો ચાંદ,

ક્યારેક કરવા ચોથનો ચાંદ,


તો ક્યારેક પૂર્ણિમાનો ચાંદ,

કેટલાય રૂપ બદલતો ચાંદ,

કોઈ નટખટ યુવતી જેવો લાગે આ ચાંદ,


ક્યારેક વદ અને ક્યારેક સુદ,

થકી જીવનનો સિદ્ધાંત સમજાવતો ચાંદ,

જાણે પ્રખર ફિલોસોફરો જેવો લાગે આ ચાંદ,


અમાસની અંધારી રાત્રિએ શાયદ,

ધરતી પર ચકોરીને મળવા આવતો હશે આ ચાંદ,


એટલે જ આકાશમાંથી છૂટી લેતો હશે આ ચાંદ,

કોઈ પાગલ પાગલ પ્રેમી જેવો લાગે આ ચાંદ,


પૂર્ણિમાનો ચાંદ બની,

આ સંત જેવા દરિયાના હૈયા હચમચાવી દેતો આ ચાંદ,


જાણે વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરાવતી

મેનકા જેવો ચંચળ લાગે,


પૂર્ણિમાનો ચમકતો ચંદ્ર

જાણે ધવલ વસ્ત્રો પરિધાન કરેલી પરી જેવો

પ્યારો લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract