STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

પહેરી લે પ્રાર્થનાનું બખ્તર

પહેરી લે પ્રાર્થનાનું બખ્તર

1 min
173

કેવી છે અદ્ભૂત માનવીની જીવન સફર !

હોઠે મુસ્કાન, આંખમાં છે આંસુનું નગર,


માંગે છે એ મળતું નથી, મળેલું ગમતું નથી,

કાંટા ભરેલી છે માનવીની આ જીવન ડગર,


માનવી ધારે કંઈક અને ઈશ્વર કરે છે કંઈક,

પાંદડું પણ ક્યાં હલી શકે એની ઈચ્છા વગર !


શાને ગભરાય તું સફળતા ના મળે તો ?

ફિકર, ચિંતા છોડ, બધું છોડી દે ઈશ્વર ઉપર,


તારા કરતાં એનો પ્લાન છે વધારે મજબૂત,

એ પળમાં બાગમાં ફેરવી દે હોય ભલે બંજર,


જીવન જંગ તું જીતી લઈશ આખરે,

પહેરી લે તું પ્રાર્થનાનું મજબૂત બખ્તર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract