પડઘો
પડઘો
દુનિયા આ ગોળ ગુંબજ
પડતો એમાં નીત પડઘો,
તારું છે, જો બોલ્યો તું તો
તારું તારું પડતો પડઘો,
જેવું કરતો એવું ભરતો
તારોજ તારી સામે પડઘો,
કશું નથી બસ આ દુનિયામાં
જીવે એકબીજાનો પડઘો,
પથ્થર પથ્થર રમતી દુનિયા
સામે લમણું ફોડે પડઘો,
ગીત ગાઓ તો ગીત મળે છે
તારું દર્પણ તારો પડઘો,
અંદર અંદર શું વિચારે ?
જાણે તારું બધું પડઘો,
આભ હોય કે પથ્થર પાણી
તું જેવો છે એવો પડઘો...
તું મળે હું મળું એ વહેમ
મળતો તારો મારો પડઘો.
