પાણી પાજો
પાણી પાજો
રે પંખીડા સુખેથી રહેજો
ચબૂતરે ચણ ચણજો
કુદરતની કરામતના
ગીત મીઠા ગણગણજો
રે પંખીડા ફર ફર ઉડજો
પવન મીઠો લહેરાશે
નાના નાના બાળ અમારા
તમને જોઈને હરખાશે
રે પંખીડા જલ્દી આવો
સાદ અમારો સુણજો
ધરાઈને પાણી પીજો
રે પંખીડા સુખેથી રહેજો
