Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Abstract Inspirational

4  

Aniruddhsinh Zala

Abstract Inspirational

પાલવ માવડીનો માથે હેતાળ

પાલવ માવડીનો માથે હેતાળ

1 min
403

પાલવ તારો માવડી જો બાળ માથે હોય હેતાળ

સામે ઉભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર,

ઝુલાવે માવડી હેતથી વરસાવે સદા ઝાઝાં વ્હાલ

અખૂટ હેત જગમાં મા તણાં, મા બોલતાં જ વરસે હેત અપાર 

સામે ઊભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર,

રાતભર જાગી સુવાડે પુત્રને, રડે તો રમાડે ખોળે ધરી 

જગતની દેવી મા છે જાગતી, કરુણાનો નહીં પાર,

સામે ઊભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર,

પ્રાણ આપતાં પુત્ર માટે ખચકે પણ નહીં મા લગાર 

બાળુડાને છાતીએ જડી, જાણે આપે મા અભય વરદાન,

સામે ઊભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર,

'રાજ' નમીએ ઝાઝાં ભાવથી, મા છે શક્તિનો અવતાર,

આંસુ લૂછી બાળના સુખ આપતી, સઘળા દુઃખ હરનાર,

પાલવ તારો માવડી જો બાળ માથે હોય હેતાળ,

સામે ઊભો ભલે કાળ તોય આવે ન આંચ લગાર.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract