STORYMIRROR

Aniruddhsinh Zala

Fantasy

4  

Aniruddhsinh Zala

Fantasy

રામ પધારે અયોધ્યા ધામ

રામ પધારે અયોધ્યા ધામ

1 min
4

અતિ પાવન નગરી અયોધ્યામા રામનાં ભક્તો આવ્યા છે,

ખીલ્યા છે હૈયા ભક્તિથી, પ્રભુના આશિષ પામ્યાં છે. ધૃવ પંક્તિ.... 

દીવડા ઝગમગે લાખો હદયમાં રામને રાખો, 

અંતરમાં ધ્યાન ધરીને હદયમાં રામને રાખો, 

પ્રાણ પ્રતિષ્ઠા છે પ્રભુજી કેરી સ્વર્ગેથી સહુ દેવો પધાર્યા છે, 

ખીલ્યા છે હૈયા ભક્તિથી, પ્રભુના આશિષ પામ્યાં છે. 

સજાવ્યું સુવર્ણ હીરા મોતીથી મંદિર આજ, 

શોભા રામ મંદિરની આજ અનેરી દેખાય, 

 હનુમાન ઉભા જાણે સેવામાં સાક્ષાત, પ્રિયવર રામ પધારે છે, 

ખીલ્યા છે હૈયા ભક્તિથી, પ્રભુના આશિષ પામ્યાં છે. 

હરેક ગામ યજ્ઞ હવન પૂજા કરે છે ભક્તો ભાવે આજ, 

શ્રદ્ધાનો પ્રગટે દીવડો હૈયા ભીતરે ભક્તોના આજ, 

અંતરમાં અજવાળા પાથરે રઘુનંદન રાજા રામ,

ખીલ્યા છે હૈયા ભક્તિથી, પ્રભુના આશિષ પામ્યાં છે. 

અતિ પાવન નગરી અયોધ્યામા રામનાં ભક્તો આવ્યા છે, 

ખીલ્યા છે હૈયા ભક્તિથી, પ્રભુના આશિષ પામ્યાં છે.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy