Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Inspirational

4.0  

Aniruddhsinh Zala

Inspirational

જગમાં શ્રેષ્ઠ છે ભારત મારો

જગમાં શ્રેષ્ઠ છે ભારત મારો

1 min
6


જગમાં શ્રેષ્ઠ છે મહાન ભારત મારો, 

          અમે તેના રહેવાશી, 

રામ બિરાજે જયાં હદયે સહુના, 

        જન્મે છે બહાદુર વીરો પ્રતાપી. 


જગમાં શ્રેષ્ઠ લાગે મહાન ભારત મારો 

       અમે તેના રહેવાશી...ધ્રુવ પંક્તિ 

 

વાવ તળાવ સદા છલકાતાં, 

          લોકો અહિના સદા હરખાતા,

પાડિયા કહે છે અહિના,

       શહિદો કેરી અમર બલિદાનગાથા,

શુરવિરોની ધન્ય ધરાના,

         અમે છીએ રહેવાસી. 


જગમાં શ્રેષ્ઠ છે મહાન ભારત મારો......


ધન ધાન્ય છલકાવતી આ ધરતી,

       વિર પુત્રોની છે ખાણ આ ધરતી,

મસ્તક પડે પણ ધડે જ્યાં,

        એ પુણ્યભુમીનાં અમે રહેવાસી. 


જગમાં શ્રેષ્ઠ છે મહાન ભારત મારો......


સાવજની સદા અહી દહાડ સંભળાતી,

       સરસ્વતી મધુર સુર સંભળાવતી,

છલકતુ શૌર્ય ને હરખતા હૈયા,

      એવા તપોભુમીના અમે રહેવાસી.


જગમાં શ્રેષ્ઠ છે મહાન ભારત મારો 

          અમે તેના રહેવાશી, 


રામ બિરાજે જયાં હદયે સહુના, 

        જન્મે છે બહાદુર વીરો પ્રતાપી,

જગમાં શ્રેષ્ઠ છે મહાન ભારત મારો, 

          અમે તેના રહેવાશી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational