પાલતું નથી ફાલતું
પાલતું નથી ફાલતું
પાલતું જીવ નથી હોતા ફાલતું, તેનું અલગ માન છે
પાલતું જીવની કંપની સહુથી મસ્ત મસ્તાન છે,
પૈસાથી આપણે પાલતું જીવને ખરીદી લાવી શકીએ ભલે
એમના પ્રત્યેનો પ્રેમ જ એને બનાવી શકે નિષ્ઠાવાન છે,
જુના જમાનામાં તો બિલાડીઓને મનાતું ભગવાનનું સ્વરૂપ
પાલતું બિલાડી તો ભગવાનનું એક વરદાન છે,
જેમ જેમ આપણે અનુભવ થતો જાય છે માનવ જાતનો
તેમ તેમ પાલતું જીવ માટે વધે સન્માન છે,
ઘણા હિન્દુ દેવી દેવતાઓનું તો વાહન પણ છે પશુ પક્ષીઓ
આમાં નિહિત પાલતું જીવના મહત્વનું અનુસંધાન છે,
આપણું પાલતું જીવ સાથેનું વર્તન દર્શાવે છે
આપણા દિલમાં જીવ દયા માટે કેવું સ્થાન છે,
ડિપ્રેશન જેવા માનસીક રોગ માટે તો પાલતું જીવ છે આશીર્વાદરૂપ
પાલતું જીવ તો માનસિક ચિકિત્સક જેવું શક્તિમાન છે,
પાલતું જીવ સાથે ઓતપ્રોત થઈ જવાય છે એવું
દુનિયાદારીથી અલગ દુનિયામાં જાણે મળ્યું સમાધાન છે,
પાલતું જીવ ભલે ને નથી બોલી શકતા હોતા કંઈ
એની આંખોમાં ઝાંકો, એની આંખો ભાષા સમાન છે.
