STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Romance Inspirational

3  

Mrugtrushna Tarang

Abstract Romance Inspirational

ઓસ કી બુંદ

ઓસ કી બુંદ

1 min
158

તારા થકી જીવતર મળ્યું..

જિંદગી...

પોતાનું ય કોઈ ઠામ ઠેકાણું આપતી જાય

તો,

તને ફરી શોધવી સરળ બને, નૈં !

ખેર, બીજી વાતે ચઢી જાઉં

એ પહરલ લાગે છે કે,

મારી ઓળખ આપી જ દઉં..

નહિંતર,

જાપાન જવાને રસ્તે ભૂલો પડીને

ચીન પહોંચી ન જાઉં ક્યાંક...!


મારી ઓળખ

એટલે કે,

હું...

તારામાં ગૂંથાયેલ મોતીની એક માળ...

કે પછી,

મોતીની એ નાજુક માળનો એકમેવ મણિ

કે જે,

એનું મૂલ્ય આંકવા સક્ષમ ન હોય !


આપ કહેશો કે,

અપને એ મિયાં મિઠ્ઠું બની રહ્યો છું હું..!

પણ,

આપ જ કહો,

શું કરું હું..!

મને, મને કોઈ ઓળખતું જ નથી...

કારણ,

કે,

તારામાં જ ગૂંથાયેલો રહ્યો

દિન-રૈન...!

તારા વગરનું અસ્તિત્વ કદી વિચારી જ ન શક્યો...

ને,

એ હિસાબે..

તારા વગર હું 

ઓસની એક બુંદ...

એવું ઝાકળબિંદુ 

કે જે,

પાંદડે ઝીલાય ખરું..

પણ,

એને આરોગવા જાવ તો

ઓહિયા થઈ પણ જાય

ને,

ઓડકારેય ન આવે

એવું બને !

કાં, બરાબર ને !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract