STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

ઓ ગણેશદેવ દુંદાળા રે

ઓ ગણેશદેવ દુંદાળા રે

1 min
338

શંકર પાર્વતીના જાયા ને,

રિદ્ધિ-સિદ્ધિના નાથ,


લાભ-શુભના પિતા ને,

કાર્તિકેયના ભાઈ,

ઓ ગણેશદેવ દુંદાળા રે...


મૂષક તમારું વાહન ને,

લાડુ તમારું ભોજન,

ઓ ગણેશ દેવ દુંદાળા રે...


એક દંતવાળા ને,

લાંબી સૂંઢવાળા,

ઓ ગણેશદેવ દુંદાળા રે...


સૌનું શુભ કરનારા ને,

સૌનું દુઃખ હરનારા,

ઓ ગણેશદેવ દુંદાળા રે...


ભક્તોની ભીડ ભાંગનારા ને,

જગતનું કલ્યાણ કરનારા,

ઓ ગણેશદેવ દુંદાળા રે...


Rate this content
Log in

Similar gujarati poem from Children