STORYMIRROR

Rajdip dineshbhai

Abstract Inspirational

4  

Rajdip dineshbhai

Abstract Inspirational

નવરાત્રિ સ્પેશ્યલ

નવરાત્રિ સ્પેશ્યલ

1 min
392

બે હોય કે ત્રણ તાલી, રમવા છે ગરબા મારે તો તારા સાથે વ્હાલી 

આપણે બંને રમીને શું કરીએ મા નહીં આવે તો બધું લાગશે ખાલી,


ચાલ પહેલાં નોરતે બોલાવીયે મા શૈલપુત્રીને 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


બોલાવીયે ચાલ બીજા નોરતે મા બ્રહ્મચારિણીને

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


દોઢિયું રમવું છે ત્રીજા નોરતે મા ચંદ્રઘંટા સાથે 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


હીંચ રમી લઈએ ચોથા નોરતે મા કુષ્માંડા સાથે 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


ત્રણ તાલી રમી લઈએ પાંચમા નોરતે મા સ્કંદમાતા સાથે 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


બે તાલી રમી લઈએ છઠ્ઠા નોરતે મા કાત્યાયની સાથે 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


ગોફ રમી લઈએ સાતમા નોરતે મા કાલરાત્રી સાથે 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


પોપટિયું રમી લઈએ આઠમા નોરતે મા મહાગૌરી સાથે 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


દસીયુ રમી લઈએ નવમા નોરતે મા સિધ્ધિદાત્રી સાથે 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


એક તાલી રમી લઈએ દસમીયે મા નવદુર્ગા સાથે 

બધાંને આમંત્રણ આપી રમીએ સાથે,


બે હોય કે ત્રણ તાલી, રમવા છે ગરબા મારે તો તારા સાથે વ્હાલી 

આપણે બંને રમીને શું કરીએ મા નહીં આવે તો બધું લાગશે ખાલી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract