નવી અંતાક્ષરી - 41
નવી અંતાક્ષરી - 41
(૧ર૧)
પાન પાન છૂટાં પડતાં,
કોબીજના ઢગલા થતાં.
શાક ને કચુંબર થાય,
જેઓ ખાય હોંશેથી ખાય.
(૧રર)
યાદમાં રહે જાણે ફૂલ,
ફલાવર છે આ મોંઘાંમૂલ.
ફૂલ છે ને સુગંધ નથી,
મજા પડે એના શાકથી.
(૧ર૩)
થાય વાડે ને થાય ઝાડે,
ખેડૂત તૂરિયાં ઊગાડે.
મસાલેદાર બને શાક,
ચોમાસે થાય એનો પાક.
(ક્રમશ:)
