STORYMIRROR

Bharat Thacker

Fantasy

4  

Bharat Thacker

Fantasy

સૌંદર્યપાન

સૌંદર્યપાન

1 min
329

શબ્દો પડે છે વામણા, પ્રિય તારૂ સૌંદર્ય એવું અમાપ

દૂર જાય તું દર્પણથી, તો દર્પણ પણ કરે સંતાપ,

 

તારા આવવાથી બાગ-બગીચા ને પણ થાય ટાઢક

તારી ગેરહાજરી બની રહે છે જાણે અકળાવતો તાપ,

 

દુનિયામાં કોઈ પણ નશાની અસર નથી રહેતી કાયમ

તારા સૌંદર્યના નશાનું કાંઈક અલગ જ છે વ્યાપ,

 

ભગવાનની સૃષ્ટિમાં સૌંદર્ય વેરાયેલ છે ચારે તરફ

પણ તારું સૌંદર્ય જાણે તારાઓ વચ્ચે ચંદ્રનો પ્રતાપ,

 

આકાશ કેરા કેનવાસમાં ઉષા, સંધ્યા અને ઇંદ્રધનુષની અનેરી ભાત 

તારા સૌંદર્યમાં સમાણી ખીલતી ‘સંધ્યા’ તણી છાપ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy