STORYMIRROR

Dina Chhelavda

Romance Tragedy Fantasy

4  

Dina Chhelavda

Romance Tragedy Fantasy

તું અને હું

તું અને હું

1 min
706

તુંં અને હું બે અલગ ડાળના પંખી

વચ્ચે આ મઘમઘતું ખીલતું એ શું ?


શબ્દો તો રોજ અહીં ખીલતા વિખરાતા

મૌન બની કલબલતું ઊગતું એ શું ? 


સોનેરી પર્ણોની મખમલી સેજ પર 

ઝળહળતી મોતીની માયા,

લીલેરી ધરતીની રંગરેલી રેત પર 

હરખાતી પુષ્પોની છાયા,

માયા અને છાયામાં રહેતા નિરંતર

સ્પર્શે છલકતા એ સ્પંદનનું શું ? 


સપનાની નગરીને સોનાનો મહેલ અહીં

સરગમથી ગુંજતા સંગીતના સૂર

નમણા નયનોને આકાશે ઊગ્યા અહીં

રણઝણ છનકતા પગરવના પૂર

સૂર અને પૂર તો વહેતા નિરંતર

એકમેકમાં ધબકતા આ શ્વાસોનું શું ?


તુંં અને હું બે અલગ ડાળના પંખી

વચ્ચે આ મઘમઘતું મહેંકતું એ શું ?


શબ્દો તો રોજ અહીં ખીલતા વિખરાતા

મૌન બની કલબલતું ચહેકતું એ શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance