નવી અંતાક્ષરી 20
નવી અંતાક્ષરી 20
(પ૮)
શિયાળ ઘણું ચતુર ગણાય,
એટલે એનો વટ ન સમાય.
બૂમોથી રાતે સીમ ગજાવે,
સૂતાં હોય એની ઊંઘ ભગાવે.
(પ૯)
વાઘના નહોર વાંકા લાગે,
વાઘને જોઈ પ્રાણીઓ ભાગે.
સિંહના જેવા ઠાઠથી રહે,
મીંદડીને એની માસી કહે.
(૬૦)
હરણના પગ પાતળા,
તોયે દોડતાં ઉતાવળાં.
ચરવા જાય જંગલમાં,
સંપીને રહેતાં દળમાં.
(ક્રમશ:)
