નવી અંતાક્ષરી - 2
નવી અંતાક્ષરી - 2
(૪)
ચકલી ચીં ચીં કરતી આવે,
ઝીણું રૂડું ગીત સંભળાવે.
ટોળામાં લાગે ફૂલની છાબ,
એની ચાલનો નથી જવાબ.
(પ)
બગલો રૂની પૂણી જેવો,
બેસે, લાગે ભગત કેવો !
ભગત પકડે માછલાં,
ભરોસો કરે કોણ ભલા !
(૬)
લાલચટાક ચાંચવાળો,
પોપટ લીલી પાંખવાળો.
એને જોઈ બાળક હસે,
બોલી સૌનાં મનમાં વસે.
(ક્રમશ:)
