નવી અંતાક્ષરી - 19
નવી અંતાક્ષરી - 19
(પપ)
ડાંગ પડે ને દોડતાં જાય,
ગધેડાભાઈ ઉકે’ડા ખાય.
કરે છે મહેનત અપાર,
સાંજ હોય કે હોય સવાર.
(પ૬)
રાતી કાળી કાબરચીતરી,
વાડીએથી ગાય આવે ચરી.
ગાયનું દૂધ અમૃત જેવું,
પચવામાં તો હલકું કેવું !
(પ૭)
વરૂ ધમપછાડા કરે,
શિકાર માટે આંટા ફરે.
નિષ્ફળ જાય બધી આશ,
ભાગ્યું તેથી થઈ નિરાશ.
(ક્રમશ:)
