STORYMIRROR

Hemisha Shah

Abstract Romance

3  

Hemisha Shah

Abstract Romance

નથી

નથી

1 min
231

કારણ વગર કોઈ માનવી રડતો નથી 

ખોવાઈ ગયો છું હવે ખુદને જડતો નથી,


હૃદયે તુજ પ્રેમ લાગણી કેવી વળગી 

જોને હવે એકલા શ્વાસો ભરતો નથી,


તારા સપનાએ ખોવાવું મંજૂર નથી મને 

બસ તું પ્રત્યક્ષ આવ...કારણકે 

એકાંતે તને યાદ કરતો નથી,

 

ભર્યા પ્રણયકદમો ક્ષિતિજ સુધી હવે 

એટલે તો વિરહના આંસુથી ડરતો નથી,

 

આ ફૂલોની સુગંધ કે એના રંગોની ભાત 

ખળખતા ઝરણાંનો નાદ કે ચાંદની રાત 

ગમતા મને... પણ વિચારું તને.. પછી ...

તારી સુંદરતાનો જોટો એમાં જડતો નથી,


જોયા હતાં નજરે પ્રેમસભર દરિયા 

હું કઈ એમજ તારી પર મરતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract