નથી ગમતું
નથી ગમતું
કશી ચીજનું હવે વળગણ નથી ગમતું,
સ્વજનોનુંયે મને આચરણ નથી ગમતું,
રહ્યો કાયમ હું જ્યાં એ ગામની વાત શું કરું?
હકીકતમાં હવે એ ગામ પણ નથી ગમતું,
ન લેશો નામ એ ભગવાનનું મારી સામે,
જગતને જોઈને એ નામ પણ નથી ગમતું,
વખાણે છે બધા જેની આ કલાકારીને,
મને પૂછો તો એનું કામ પણ નથી ગમતું,
બનીને "સ્તબ્ધ" ફરતો રહીશ ક્યાં સુધી હજી,
ખરેખર આ માનવોનું ધામ પણ નથી ગમતું.
