નર્મદા મૈયા
નર્મદા મૈયા


સરસ સરિતા, માતૃકા નર્મદા, જલ સાગરે
તરસ ધરવે, સારી પેઠે વહે, ધરતી પરે,
કુળ નરમદા, માડી રેવા મુખે, જન માદરે
ખડક વટતી, ધોળીયાં આરસે, પથરે પડી,
અમર કંટકે, જન્મી દોડી તટે, સરકી ગઈ
પશ્ચિમ ભણી, આવી વેગે મહીં, ગુજરાતમાં,
અટલ પટલે, બાંધ નામે ઘણું, સરદાર છે
ભરત ભરતી, છે પારાવાર નીર સરોવરે,
જન ખગ પશુ, પામે પાણી વળી, ફળ ખેતરે
અમન ચમને, પાકે મીઠા વને, કણ ધાન રે,
મલક ભરનાં, છે યાતાયાત ને, બળ વીજળી
ઉપજ કરતી, પેદાશો કેટલી, ઉપયોગિતા,
સરસ સરિતા, માતૃકા નર્મદા, જલ સાગરે
સલિલ નલિકા, ગૃહે ગૃહે અને, નળ ગાગરે.