STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

નંદલાલ

નંદલાલ

2 mins
111

રુંવે રુંવે મોરપીંછ ને ફરતે ધાડું પતંગિયાનું

પધારો ને કૃષ્ણ માનવતાનો મેળો ઊભરાયો 


બિરાજી હિંડોળે ઝૂલા ઝૂલે લળી નંદલાલ

મોહિની મુગ્ધ નરનારી ને મલકાતો નંદલાલ 


સારાંશ પ્રત્યક્ષ પ્રકાશી કાનુડો જ નંદલાલ 

તું જ સાક્ષર મારો શ્રી કૃષ્ણ ગીતા રચનાર 


જોયું -જોવું નટખટી ચાલ ચાલતો લાડલો 

મટકી ફોડી સંગ મિત્રો ખાતો માખણચોર 


એક કુંવારીકાને એક સપન આપતો કાનજી

મૌન પોકારતું રાધા-કૃષ્ણ બસ શ્વાસે રાખતો


દેશો દિશા અને પરબ સમર્પણે કપટી લાલજી 

નિતનવા રોજ ઉમેરો યાહોમે ભવોભવ શ્યામજી 


નંદ નો દુલારો દેતો શીખ વહાલે વહાલે કાનજી

વરણાગી તું મુરલી મદન મારો મુરારિ વહાલમજી 


દેવકી વાસુદેવની લાગણી જ્યાં સળવળે છે..

આંખ ભીની બંધ પણ લાગણીએ ટળવળે છે 


શ્યામ તારી વાંસળી હું સાંભળું છું કહી રાધા

ગોપ ગોપીના જેમ સહુના દિલમાં કળ વળે છે.


ગોધુલી ઊડી, બન્યો તું ગાયોનો ગોવાળ છે

જોઈને આંખો અમારી ઝળહળે છે નૈન ખૂલે છે


આ સમીરે રાસ રમવા દોટ મૂકી મોહિની ફેરવે 

વૃક્ષમાં વૃંદાવને એ હળહળે ચોમેર કિલ્લોલ છે


માખણ મટકી તોડવા કૂદકો મારવા તૈયાર છે

આજ જમના હવે ખળખળે ચરણ સ્પર્શવા છે


ગોપીઓ ગોકુળિયાની અમે શું વાતો કરીએ

ગોધને પણ વાત આખી ચળવળે બેડલા ફૂટે છે


નંદોતસવ ને પૂતના વધ, રાસલીલા મથુરામાં છે

કંસ વધ -રાધે મિલન, કૃષ્ણ અર્જુન ગીતા રચાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract