નખરાળી આંગળી
નખરાળી આંગળી
દેખાવે સીદી-સાદી, આંગળી મારી ખૂબ નખરાળી,
નથી એ તકલાદી, આંગળી મારી ખૂબ નખરાળી.
ગલગલિયાં કરીને એ રડતાંને હસાવે,
પૂતળાંઓને દોરીથી કેવો નાચ નચાવે !
લાગતી એ શહેજાદી આંગળી મારી ખૂબ નખરાળી,
દેખાવે સીધી-સાદી, આંગળી મારી ખૂબ નખરાળી.
ભાત-ભાતની રંગોળી કરી એમાં રંગો ભરે,
વાજિંત્રો ઉપર ફરીને એ સૌનાં મન હરે,
વટથી જાણે સૌની દાદી, આંગળી મારી ખૂબ નખરાળી,
દેખાવે સીધી-સાદી, આંગળી મારી ખૂબ નખરાળી.
