Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Comedy Inspirational

3  

Parag Pandya

Comedy Inspirational

નિવૃત્તિ

નિવૃત્તિ

1 min
226


હજી ફાંકો તો એવો જ, રોફ જેવો અમલદારનો હતો,

બસ બદલી ઘરની તકતીમાં એક ઉમેર્યો શબ્દ-"નિવૃત્ત.."!


રોફમાં હતો હું, બેઠો જ્યારે પાર્કમાં ગોઠવેલી બેન્ચ પર,

ગમે તેમ તો ઉચ્ચ સરકારી અધિકારી ભલે થયો નિવૃત્ત !


બડાશો મારી મેં મારી બાજુમાં બેઠેલા ધોળા ડગલા પર,

જુઓ આ વડલાઓનો પહેરવેશ ને મારો સરખાં નિવૃત્ત !


થાકીને બોલ્યો ધોળો ડગલો-"તું તો છે ફ્યુઝ્ડ બલ્બ ખબર ?

પ્રકાશ વગરનો બલ્બ જાય ડસ્ટબીનમાં, બસ તું એ નિવૃત્ત !"


"જો સામે બેઠું ટોળું ફ્યુઝ્ડ બલ્બોનું - એકસ આર્મી ચીફ તો કોઈ

એક્સ એમ એલ એ ને કોઈ તો ૫૦૦ કરોડ કંપનીનો મેનેજર સૌ નિવૃત્ત !"


સૂર્યાસ્ત ક્યાં પૂજાય ? પદનો વટ હશે કોઈવાર પણ હવે શું ?

કર્યો હશે સમાજને રોશન પદરુપી બલ્બથી તો ફળશે નિવૃત્તિ !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy