નહીં ભૂલી શકુ બાપુ તમને
નહીં ભૂલી શકુ બાપુ તમને
જે રહ્યાં હંમેશા મારી સાથે,
ને સુખ દુઃખમાં મારી સંગાથે.
નહીં ભૂલી શકું બાપુ તમને...
જેમણે હંમેશા મારી પરવા કીધી,
ને દુઃખની છાંયા આવવા ન દીધી.
નહીં ભૂલી શકું બાપુ તમને...
જેમણે મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી,
ને ભણાવીને આગળ વધારી.
નહીં ભૂલી શકું બાપુ તમને...
જેમણે પોતાની અનેક વેદનાઓ દબાવી,
ને મારા જીવનમાં ખુશીઓ રેલાવી.
નહીં ભૂલી શકું બાપુ તમને...
જે બન્યાં મારા જીવનનો આધાર,
ને મારી નાવડીને હંકારનાર.
નહીં ભૂલી શકું બાપુ તમને..
