STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

નેતા આવ્યા !

નેતા આવ્યા !

1 min
504

રસ્તાઓ પૂરા કરો બંધ, નેતા આવ્યા,

સુરક્ષાનો કરો પ્રબંધ, નેતા આવ્યા,

બસોના રુટ અટકાવો, નેતા આવ્યા,

મુસાફરોને રઝડાવો, નેતા આવ્યા,


મેદની ઉપાડી લાવો, નેતા આવ્યા,

ભૂખે-તરસે તડપાવો, નેતા આવ્યા,

વિકાસનાં થશે ભાષણ, નેતા આવ્યા,

લોકો કરશે ગણગણ, નેતા આવ્યા,


પેકેજથી મલકશે મુખ, નેતા આવ્યા,

હકીકતથી થશે દુ:ખ, નેતા આવ્યા,

માનો, આખી છે સરકાર, નેતા આવ્યા,

ભલેને લાગે તીક્ષ્ણ ધાર, નેતા આવ્યા,


‘સાગર’ નેતા ઈ તો નેતા, નેતા આવ્યા,

ભલેને ગમે-તેવું કહેતા, નેતા આવ્યા,

રસ્તાઓ પૂરા કરો બંધ, નેતા આવ્યા,

સુરક્ષાનો કરો પ્રબંધ, નેતા આવ્યા,


Rate this content
Log in

Similar gujarati poem from Comedy