STORYMIRROR

jignasa joshi

Comedy Inspirational

3  

jignasa joshi

Comedy Inspirational

નકટો થા મા અલ્યા નકટો થા મા

નકટો થા મા અલ્યા નકટો થા મા

1 min
183

નકટો થામાં અલ્યા નકટો થા મા,

રોજ વાઢે નાક અલ્યા નકટો થા મા,


ઘરની બહાર જાતો નહીં ને,

કોઈને ક્યાંય અડતો નહીં,

રખડ્યા વગર બેસી રે ઘરમાં,

માની બધાનું રહેજે તું ઘરમાં,

નકટો થા મા અલ્યા નકટો થા મા,


ખોટેખોટો સલવાઇ જઈશ,

બીજાને બદલે પેલો જઈશ,

ખાટલો ક્યાંય મળશે નહીં,

બાટલો તને પોસાશે નહીં,

નકટો થા મા અલ્યા નકટો થા મા,


મરીશ તોપણ મળીશ નહીં,

કાયા તારી કોઈ અડશે નહીં,

સ્મશાનમાં તો જગ્યા નથી ને

લાકડા હવે મળતા નથી,

નકટો થા મા અલ્યા નકટો થા મા,


પરિવાર મોઢું ભાળશે નહીં,

ચિતાદાહ તારું થાશે નહીં,

કોથળામાં નાખશે લપેટી ને

સી એન જીમાં નાખશે બાળી

નકટો થા મા અલ્યા નકટો થા મા,


Rate this content
Log in

Similar gujarati poem from Comedy