STORYMIRROR

પ્રથમ પરમાર

Comedy Drama

3  

પ્રથમ પરમાર

Comedy Drama

જાગીને જોઉં તો ગર્લફ્રેંડ

જાગીને જોઉં તો ગર્લફ્રેંડ

1 min
211

જાગીને જોઉં તો ગર્લફ્રેંડ દીસે નહિ,

ઊંઘમાં પત્નીનો ડર ભાસે;

ગર્લફ્રેંડ-પત્ની-ક્રશ તદરૂપ છે,

આવક લટકા કરે ખર્ચ પાસે.....

જાગીને જોઉં તો..


પાંચ નવા આઈફોન તે ખરીદ્યા,

દરેક ગર્લફ્રેંડને રહેવા વળગી;

ડર ને ગુસ્સો તે તો બાપુજીના જાણવા,

મુજથી મુજ ભાર્યા નવ હોય અળગી....

જાગીને જોઉં તો..


મિત્રો તો એમ વદે, સ્ત્રી મિત્રો શાખ દે,

ગર્લફ્રેંડ-પત્ની વિશે ભેદ ન્હોયે;

ખર્ચા હોય પછી કરવા પૂરતા જૂજવા,

અંતે તો આપણો જ ભોગ હોયે....

જાગીને જોઉં તો..


ગર્લફ્રેંડ ને પત્ની એની ઈચ્છાએ થયા,

રચી જુદા સંબંધો ખર્ચા કીધા;

ભણે પ્રથમ એ 'મર્યો તું', 'મર્યો તું',

એવા અનુભવથી કૈં છૂટાછેડા સીધ્યા.....

જાગીને જોઉં તો..


Rate this content
Log in

More gujarati poem from પ્રથમ પરમાર

Similar gujarati poem from Comedy