વર વધૂ
વર વધૂ
આવ્યાં હવે એકવીસમી સદીનાં લગ્ન,
લોકો જોશેે અચંબાથી થઈનેે તેમાં મગ્ન,
લગ્ન ની વેદીમાં નવા રીત રીવાજો ઉમેરાશે,
ગોરમહારાજ સૌ પ્રથમ વર વધુનાંં હાથ સેનિટાઈઝ કરાવશે,
વર ને વધૂ એકબીજાંને પહેલા માસ્ક પહેરાવશે,
ગોરમહારાજ પછી જ હસ્ત્મેળાપની વિધિ કરાવશે,
ચોરીનાં ચાર ફેરામાં દરેક ફેરે હશે નવા નિયમો,
પહેલા ફેરે હશે સામાજીક અંતર તો ચોથા ફેરે હશેે વેક્સિનનાં વચનો,
એકબીજાને ઉકાળો પીવડાવીને કરાશે વિધિ પૂરી,
નવવધૂ ને કરિયાવરમાં અપાશે રેમદિસિવર ઇન્જેક્શનની બોરી પૂરી,
અપાશે કન્યાંને વિદાય ઑક્સિજનનાં સિલિન્ડરો સાથે,
જેણે પણ આપી હોય હાજરી આ લગ્નમાં, તે બધા પોતાનો કોરોનાનો રિપોર્ટ કરાવશે.
