STORYMIRROR

Hetshri Keyur

Children Stories Comedy Fantasy

3  

Hetshri Keyur

Children Stories Comedy Fantasy

ચાલ્યા બટેટા ભાઈ

ચાલ્યા બટેટા ભાઈ

1 min
184

ચાલ્યા બટેટા ભાઈ પિકચર જોવા 

ચાલતા ચાલતા થાકી ગયા

પલાંઠી મારી ને બેસી ગયા

તડકો લાગ્યો તો ઊભા થયા

ચાલ્યા બટેટા ભાઈ પિક્ચર જોવા,


ચાલ્યા બટેટા ભાઈ પિક્ચર જોવા

રસ્તામાંથી વેફર લીધી 

સાથે કોરી ભેળ લીધી

ભૂખ લાગી બધુજ ખાઈ ગયા

ચાલ્યા બટેટા ભાઈ પિક્ચર જોવા


ચાલ્યા બટેટા ભાઈ પિક્ચર જોવા

રસ્તામાં ખુબ તડકો લાગ્યો  

માથે પાંદડાનો ઢગલો રાખ્યો

પવન આવતા પાંદડા ઊડી ગયા 

ચાલ્યા બટેટા ભાઈ પિક્ચર જોવા


ચાલ્યા બટેટા ભાઈ પિક્ચર જોવા

મહામુસીબતે થિયેટરમાં પહોંચી ગયા

દોડી ને ટિકિટબારી એ ગયા

પહોંચી ને હાઉસફૂલના પાટિયા જોયા

 ચાલ્યા બટેટા ભાઈ પિક્ચર જોવા.


Rate this content
Log in