STORYMIRROR

Kaushik Dave

Comedy Inspirational Others

3  

Kaushik Dave

Comedy Inspirational Others

ઓનલાઈન

ઓનલાઈન

1 min
198

આવ્યો આવ્યો નવો જમાનો આવ્યો રે,

કોમ્પ્યુટર ને લેપટોપનો જમાનો આવ્યો રે,


પહેલા પહેલા અમે લાઈનોમાં ઊભા રહેતા'તા,

લાઇટબીલ ને પ્રિમીયમ ભરવા ઊભા રહેતા'તા,


ઊભા રહેતા'તા ઊભા રહેતા'તા,

અમારા પગ પણ દુઃખી જતા'તા,


આ ઓનલાઈનનો જમાનો આવ્યો છે,


ઘેરબેઠા બેઠા અમે જલસા કરતા'તા,

એક બે મિનિટમાં પેમેન્ટ કરતા'તા,


પેમેન્ટ કરતા'તા કરતા'તા,

ડિસ્કાઉન્ટ લેવાની કેવી મજા !


આવ્યો આવ્યો નવો જમાનો આવ્યો રે,

ડિજિટલ દુનિયાનો આવ્યો રે,


 રેલવે બુકિંગ કરવા સવારથી લાઈનમાં ઊભા રહેતા'તા,

 બપોર સુધીમાં ચક્કર ખાઈને પડી જતા'તા,

 

નંબર આવતા આવતા,

બુકિંગવિન્ડો બંધ થઈ જાતો,


 અમે નિરાશ થઈ ને ઘેર આવતા'તા,

 

 નવો ડિજિટલ જમાનો આવ્યો રે,

 ઘેર બેઠા બેઠા રિઝર્વેશન કરાવીએ છીએ,


પણ..પણ..પણ..


આ ડિજિટલ દુનિયામાં પણ ફ્રોડ થાય છે,

લોભ લાલચમાં બેંક બેલેન્સ ઝીરો થાય છે,


એટલે.. એટલે..


સાચવીને ઓનલાઇન પેમેન્ટ કરશોજી,

ઓટીપી ને પીન નંબર ખાનગી રાખશોજી,


આવ્યો આવ્યો નવો જમાનો આવ્યો રે,

કોમ્પ્યુટર ને લેપટોપનો જમાનો આવ્યો રે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy