STORYMIRROR

Kalpesh Patel

Comedy

3  

Kalpesh Patel

Comedy

કાચી નોંધ

કાચી નોંધ

1 min
367

'બંસી ગાંધી'નો ગગો પરદેશ ગયો !

ખાદીની ટોપી હવે ‘કેપ’ અને, બૈરી સવિતા 'સેવી' થઈ ગઈ !


ચકલી, કાબરને 'સેવી' કહે છે હવે 'લવ બર્ડ'

શેરીનો રખડું શ્વાનને કહે છે 'ડૉગી ડાર્લીંગ'


'સેવી' ઘૂમે ચોરે ચૌટે, ને પહેરે 'જીન્સ પેન્ટ' ટાઈટ.

બિલ્લી જોઈ કહેતી ફરે 'સી' આ 'કેટ' ઈજ અવર 'પેટ'.


'સેવી' બની છે મેમ, બોલે 'ઈંગ્લિશ ગુજરાતી'માં ફાવે તેમ !

હની જો મારા 'ફ્રેંડો', કહી કીટીમાં બંસીને ખેંચી લાવે એમ !


'બંસી' પણ છે હવે 'બેન્સી', પહેરી ફરે 'રે’બેન' ફેન્સી.

વાત વાતમાં કહેતો ફરે જલાવતો એક 'તીસ નંબર' 'દેશી'


બંને મહીં, એકલપણનું ધખતું રહ્યું લાગણીનું છે તાપણું,

સૌ ઠીક સમજે રહી મૂંગું, ખાલી થયું છે 'બેન્સી–સેવીનું' આંગણું.


નાની અમસ્તી વાતમાં આમજ બે પાંચ કડી રચાઈ ગઈ.

નોંધ કાચી હતી જે 'સ્ટોરી મિરર'ના પેજે મસ્ત લાઈવ થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy