STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy Drama Children

3  

Vrajlal Sapovadia

Comedy Drama Children

અતિશય નમ્રતા

અતિશય નમ્રતા

1 min
186

શું સુવસ્ત્ર ચોકીદાર ઊભાં 'તા !

તાજું રંગીન નામનું પાટિયું હતું,

કારકુન બેને બે હાથ જોડ્યાં 

પૂછ્યું કેમ પધાર્યા ?

હું શું આપની મદદ કરી શકું ?

એ સરકારી બેન્ક હતી,

એમ માની લઈ આજીજી કરી,


ખાતું ખોલાવવું છે 

પણ 

ફોટા નથી 

કાગળ નથી 

કોઈ આધાર નથી  

સરનામું નથી,

થોડીક તૂટેલી નોટો છે 

ચારસો નવાણું જ છે 

પાંચ સો પણ પૂરાં નથી 

સ્મિત કરી બેન બોલ્યાં 

ચિંતા શેની કરો તમે ?

અમે શું કામનાં ?

તમને જો મદદ ન કરીયે ?

પૈસા આપું તે પહેલાં 

ખાતાં નંબર સાથે 

મોટા નામવાળી 

રંગીન પાસબુક આપી બેને 

સસ્મિત સ્વીકારી લઈ ઘરે આવ્યો 

ભરપેટ ખાધું 

ઘસઘસાટ ઊંઘ્યો,


બીજે દિવસે જરૂર પડી પૈસાની 

હોંશભર બેંકે ગયો 

મોટી ખાસી ભીડ હતી 

પાટિયું કે મકાન નહોતું 

દશ બાર પોલીસ 

હાથમાં દંડો લઈ

ફટકારતાં ઊભેલી લાઈનને 

પડકારતાં પત્રકારે કહ્યું,


સાલાઓ પકડાઈ ગયાં 

વધું પડતા નમ્ર લાગતાં 

શક પડ્યો 

આવાં કાંઈ કર્મચારી બેંકમાં હોય ?

બોગસ બેન્ક ખોલીને બેઠાં 'તા.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy