નારી શક્તિ
નારી શક્તિ
મારી ઓળખ ક્યાં માંગુ છું,
હું મારી માવજત માંગુ છું !
સ્ત્રી છું સહી શકું છું,
બધું ક્યાં કહી શકું છું !
અભાવમાં પણ ભાવ રાખું છું,
શ્રદ્ધા ક્યાં ખોઈ બેસું છું,
વ્હાલાં પિતાની વ્હાલી દીકરી છું,
બધાંને ક્યાં સમજાવી શકું છું !
સ્વમાની છું ને વળી સમજદાર છું,
આકાશ સિવાય હાથ ક્યાં ફેલાવી શકું છું,
સપનાં ગૂંથું છું, વિણું છું ને વહેંચું છું,
ખિલખિલાટ હવે હસી શકું છું !
