મુખવટો
મુખવટો
માનવી તારા રૂપ અનેક,
તું છે દુનિયાનો એક અજાયબ,
છેતરી જાણે બીજાને,
અને અને છેતરે પોતાનાને,
અંત હોય ગમે તેવો
પણ રાજી થાય ગમે ત્યારે,
બીજું કંઈ વિચારે નહીઁ ને,
મનમાં કંઈક વિચાર્યા કરે,
રોજ કરે નવા અખતરા અને,
કરે એતો કામ ખોટા,
સારો માણસ જાય પીસાઈ
ખોટાની તો બોલબાલા,
માનવી તારા રૂપ અનેક,
તું છે દુનિયાનો એક અજાયબ,
મુખવટો પહેરીને કરે બનાવટ,
જાણે પોતે હોય, દૂધનો ધોયો,
સેવા કરીને મેવા ખાય,
લૂંટી જ નાખે, હાસ્ય કરીને,
સારું બોલીને, કરે બનાવટ,
બનાવટ કરીને, નેતા થઈ ફરે,
માનવી તું છે દુનિયાનો એક અજાયબ.
