મૃત્યુની ઉજવણી
મૃત્યુની ઉજવણી
ઉજવણી મારા દરેક પ્રસંગની કરી,
ઉજવણી મારા મૃત્યુની પણ ખરી,
આમંત્રણ હોત તો પાછું ઠેલી દેત,
નિમંત્રણ શ્રીહરિનું જાય ના વળી,
પ્રસંગ છે મારા જીવનનો મોંઘેરો,
સોળે શણગાર કરો, તક મળે ના ફરી,
સુખની ઘડીમાં મંગળ ગીતો ગાજો,
હરખે વધાવી લેજો સૌ ભેગા મળી,
ખુલ્લી જ રહેવા દેજો આંખને મારી,
આશ જોવાની સ્નેહીને ઘડી બે ઘડી,
રડશો ના અંતિમ વિદાય વેળાએ મારી,
હસતાં ચહેરે દેજો વિદાય હૈયે ધીર ધરી.
