મોબાઈલ ચાડી કરે વધાર
મોબાઈલ ચાડી કરે વધાર
ગોરા ગોરા ગાલ ગોરી તારાં હોઠ લાલ લાલ
પણ બોલે જયારે, લાગે ચૂડેલનો અવતાર,
ખમૈયા કરો વહાલી, ઓફિસ જવા થાવું તૈયાર
પીરસો ભોજનનો થાળ, નકર ખાવું પડશે બહાર,
વહાલી બોલી,
મચેડતાં મોબાઈલ તારો, હાથમાં દર્દ છે અપાર
મંગાવી લ્યો સ્વિગીમાંથી, હૉટેલથી તૈયાર
ચેટિંગ કરતાં પારકી હારે, આવતાં લાગે સાંજે વાર
તો લાવજો મારાં સારુ, ખાવા હોટેલથી તૈયાર,
વહાલો બોલ્યો,
મૂવો આ મોબાઈલ, ઘરનો કે ઘાટનો ન રાખે જરાય
જે ફેંદે તેને સાચું બતાવી દે, શરમ ન રાખે જરાય
ઘર ભગાવતાં આજ માનવનું, મોબાઈલ ચાડી કરે વધાર.
