મનઝરૂખો
મનઝરૂખો
છે ઝરૂખા તો ઘણા પણ એ ઝરૂખો ખાસ છે,
જે ઝરૂખેથી જણાતા મન બધાં બિંદાસ છે,
ધારજો કે દુશ્મનીના સૌ ઝરૂખા બંધ છે,
શેષ છે ખુલ્લા ઝરૂખા પ્રેમનો ત્યાં વાસ છે,
જે ઝરૂખેથી હંમેશા નાદ આવે ક્રોધનો,
સાંભળે જે એમને લાગે કે ત્યાં કંકાસ છે,
ખોલજો મનનો ઝરૂખો 'ને થવા દો આવજા,
મન ઝરૂખો બંધ રાખે લે એ કેવો શ્વાસ છે ?
'કાલ્પનિક' મારી ગઝલમાં વાસ્તવિક હર વાત છે,
આ ગઝલ ગમશે બધાને એ મને વિશ્વાસ છે.
