STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

મને વ્હાલી મારી મા

મને વ્હાલી મારી મા

1 min
213

વ્હાલી ‘મા’, આપણા દરેક સંબંધોનું છે ઉદ્દગમ સ્થાન

શબ્દો પડે છે વામણા, કેમ કરી ને કરી શકાય ‘મા’ ના ગુણગાન,

 

દેહમાંથી જે દેહ આપે, જીવમાંથી જે આપી શકે જીવ

‘મા’ છે પુરી જીવ સૃષ્ટિ ને જીવંત રાખવાનું અભયદાન,

 

‘મા’ ના દિવ્ય પ્રેમ અને વ્હાલ ને કેમ શકાય શબ્દોમાં બાંધી ?

જનની અને જન્મભૂમી તો હોય છે સ્વર્ગથી પણ મહાન,

 

સૃષ્ટિમાં ભગવાન તો પહોંચી ના શકે દરેક સ્થાન પર

તેથી કુદરતે કર્યું, જીવ સૃષ્ટિ માટે ‘બીજા ભગવાન’ જેવી ‘મા’ નું પ્રાવધાન

 

‘મા’ નો સ્નેહ હોય છે અલૌકિક, ‘મા’ ના પ્રેમની શું કરવી વાત

‘મા’ ની મમતામાં મહાલવા, ખુદ જન્મ ધારણ કરે છે ભગવાન,

 

‘મા’ ની મહેનત સહુથી મહાન, ‘મા’ છે કરુણાભરી ત્યાગની મૂર્તિ

પોતાના સંતાનના સુખ માટે પુરી જિંદગી કરતી રહે છે સમાધાન,

 

આમ તો જિંદગી દરેકની હોય છે બે ભાગમાં ‘સૌરભ’

મા સાથેની જિંદગી હોય છે બાગ જેવી, મા વગરની જિંદગી જાણે હોય છે વેરાન

 

મા ગુણગાન મહાન બીજા ભગવાન

 

બચપનની નાની નાની જિદ પુરી કરવાની આદત, બની ‘મા’ માટે રસીકરણ સમાન

સંતાનની મોટી મોટી જિદ ને પણ જિંદગીભર આપતી રહે છે “મા”, માન અને સન્માન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract