મન
મન
તમારાં ઘરનાં રસ્તે જ મન વિહરતું રહ્યું,
તમને મળવાની આશમાં મન ભટકતું રહ્યું !
આ કેવી અસર ઉપજી છે તમારી જુદાઈની,
કે અસહ્ય દર્દમાં પછી તો મન તડપતું રહ્યું !
લખવા બેસું જીવનની વ્યથા તો કહી શકું,
વિશ્વાસ વગરના વહાણને મન હાંકતું રહ્યું !
સંબંધની સીમા ભેદી જવાયું નહીં એ તરફ,
મધદરિયે એ તમામ બંધનોને મન છોડતું રહ્યું !
'ઉમંગ' હજુ થોડો બાકી રાખ્યો છે એ કારણે,
નસીબ બદલાશે કદીક એવું મન માનતું રહ્યું !
