STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Fantasy

મન તો પત્ની જેવું

મન તો પત્ની જેવું

1 min
159

અદ્ભુત શક્તિનો ભંડાર છે મન,

ઝગડો એની સાથે કરાય નહિ,


એતો રિસાયેલી પત્ની જેવું,

સમજી ને વ્યવહાર કરાય,

એને બહુ દબાવાય નહિ,

એ તો વિફરેલી પત્ની જેવું અંધાધૂંધ કરે,


રોકવાથી વધુ ભટકે,

મગજ એનું છટકે,

આ મન પણ ગુસ્સે થયેલી પત્ની જેવું,


સમજાવી ને કામ લેવાય,

એની સાથે બગાડાય નહિ,

આપણું ભલું એના હાથમાં,

બહુ ખીજાવાઈ નહિ,

તાલમેલ રાખો સરખો તો જીવન સુખી બને,


એનું અપમાન કરાય નહિ,

આ મન પણ પત્ની જેવું,

ધાર્યું એ ધરાર કરાવે,

નવી નવી માંગણી નવી જિદ,

પૂરી ના થાય તો ધમકી આપે,

સુખચેનથી રહેવા ના દે,


કળથી કામ કરાવાય,

બળથી એ બગડે,

રિસાઈને એ ઝગડે,

જીવન તમારું બગડે,

કહે એમ કરતાં રહો,

એની સૂચનાનું પાલન કરતા રહો,

બસ ખુશ રહો આબાદ રહો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy