STORYMIRROR

Hemisha Shah

Abstract

3  

Hemisha Shah

Abstract

મળશે ?

મળશે ?

1 min
267

નીકળ્યો છું હું ક્ષિતિજની ઓર

રસ્તે ઠોકર વાગે તો સહારો મળશે ?


મઝધારે જો નડ્યા તોફાનો તો 

મઝધારે નૌકાનો સથવારો મળશે ?


સૂના હતા વર્ષોથી જે આંગણ 

ફરી જાઉ તો જીવંત ભણકારો મળશે ?


ખોવાયો છું યાદોના એકાંતમાં 

ભીડ ભરેલા શહેરમાં સૂનકારો મળશે ? 


હૃદયે હોય લાગણી 

તો નજરથી નજરનો આવકારો મળશે ?


ક્યાં કશું પામવાની આશા.. બસ

લાગણીનો હૃદયે છમકારો મળશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract