મળી જશે
મળી જશે
વાતની શરુઆતનો આધાર તો મળી જશે.
રસ્તો મળે કે ન મળે વિચાર તો મળી જશે.
મળતી નથી જિંદગી અહિં સરળ બધાને,
ડગલે ને પગલે તીખાનો વેપાર તો મળી જશે.
બની શકે મળે નૈ સરખી વારતા સમયસર,
પણ જીવનની વારતાનો સાર તો મળી જશે.
ને શો ફર્ક બાળો મસાણે કે કરો દફન ખોળીયું,
મને મારી ખુદની છેવટે મઝાર તો મળી જશે.
ઉચક્યા છે જીવન કેટલાયના જીવનભર અમે,
'સ્તબ્ધ'નું મોત ઉંચકવા બે ચાર તો મળી જશે.
