STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ

1 min
146

થઈ જાય દુનિયામાં સર્વત્ર શાંતિ

રહે નહીં જરા કલેશ કે અશાંતિ

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ...!


પ્રકૃતિની સુંદરતાથી ખીલી ઊઠે ધરા

ધન ધાન્યથી સમૃદ્ધ ખેત હરાભરા

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ...!


ખળખળ વહેતી રહેતી નદી સદા

બારેમાસ પાણી વહેતું રહે સદા

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ...!


મનુષ્યને મળે સુંદર પાંખો

ઊડે ઊંચા આકાશે લઈ પાંખો

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ...!


આકાશમાં ટમટમતા તારલિયા

આવે ધરા પર બની પતંગિયા

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ...!


ટેહુક ટેહુક કરતા મોરભાઈ

બની રહે દોસ્ત મસ્તીમાં ભાઈ

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ...!


ઊંચા ગગનમાં દેખાતા સૂરજદાદા

ઉનાળે જો તપે નહીં ધોમધખતા

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ...!


ધોળાં ધોળાં જંગલનાં સસલાં

રહે જો પાણીમાં સંગ માછલાં

મળે જો મને એવી વિશિષ્ટ શક્તિ...!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy