Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arun Gondhali

Abstract

3  

Arun Gondhali

Abstract

મેં કવિતા દીઠી

મેં કવિતા દીઠી

1 min
5


શબ્દ, અર્થ, શબ્દાર્થ, ગૂઢાર્થ,

વિચાર, ઉડાન, આકાશ, કલ્પના યથાર્થ,

વિષય, સાધના, સિદ્ધિ, વિચાર,

ગામ, શહેર, રાજ્ય, દેશ, દરિયાપાર,

પાણી, વરાળ, વાદળ, વરસાદ,

ગરમ, ઠંડુ, ભીનું, સૂકું, સંવાદ,

 મોળું, મીઠું, ખારું, તીખું,

 સપનું, દૃશ્ય, કાળ, યુગ, અપવાદ,

વૃક્ષ, હરિયાળી, ઉદ્યાન, વન,

કળી, ફૂલ, ડાળી, કાંટા, તપોવન,

પશુ, પ્રાણી, જીવ, જંતુ,

રસ્તો, માર્ગ, પગદંડી, ઉકરડો, રમતું 

હવા, પવન, વંટોળ, ડમરી,

માણસ, સ્વભાવ, પ્રકૃતિ, સૂઝ,

પરલોક ગુંથતી, 

વિચારોથી પર શ્રૃંગાર અલંકારોની કૃતિ.


વાહ, વાહ, સાથે ' દાદ ' ના શબ્દ સળવળાટ,

ઉભા પ્રશંસક માન આપતાં તાળીઓનો ગડગડાટ,

કવિતા દીઠી સંમેલનમાં, ઉતરી હૃદયે સડસડાટ.

પોડિયમથી હર્ષ આંસુએ ફ્લાઈંગ કિસ કરતી,

કવિતા આજ દાદ દેતી, શબ્દ પરિધાન સજીને

સર્જકને, સરસ્વતી ઉપાસક કવિને નતમસ્તક નમીને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract