STORYMIRROR

Arun Gondhali

Inspirational

3  

Arun Gondhali

Inspirational

આપી દે, આપી દે

આપી દે, આપી દે

1 min
3

આપી દે, આપી દે, આપી દે

કોઈ માંગે ભૂલની માફી તો

રાહ ન જોતાં માફી આપી દે, આપી દે,


કોઈ ગરીબ લાચાર માંગે મદદ

રાહ ન જોતાં મદદ કરી દે, કરી દે, કરી દે.


બસમાં વયસ્ક હોય ઊભા તો

રાહ ન જોતાં ખુદની સીટ આપી દે, આપી દે.


હોય કોઈ માતા બચ્ચાં સાથે સફરમાં,

રાહ ન જોતાં ઊભો થઈ સન્માન આપી દે, આપી દે,


કોઈ ભૂખ્યો હાથ પસારે પેટ ખાતર તો

રાહ ન જોતાં જમવાની વ્યવસ્થા કરી દે, કરી દે,


પડતાને હાથ દેજે, કોશિશ કરજે,

રાહ ન જોતાં સાથ આપી દે, સાથ આપી દે,


ખેડૂતની શાકભાજીની કદર કર મંડીમાં,

ભાવતાલ ના કર, દિલથી ખરીદી કર, ખરીદી કર,


માનવતા મહામૂલી ચોપડે લખાય છે,

વસ્તુ એક મર્યા પછી સાથે જાય છે, જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational